#ઝઘડો
"બસ,બસ. બહુ થયું હવે ! શું નાની વાતોમાં ઝઘડા કરો છો? જો આ રબરનો એક ભાગ તારો.અને આ બીજો ભાગ ભાઈનો. ચાલો હવે ફરીથી એકબીજા સાથે બોલી જાઉં તો! હમમમ. "
બસ તે સમય અને આજનો દિવસ. નાના એવા રબરથી લઈને ઘણીબધી વાતોમાં માએ અમને આ જ રીતે સમજાવી ને ભેગા કરતા. પણ કોણ જાણે આજે હાથની
એવી તે કંઈ વળ પડી ગઈ છે કે તેની સળ શોધવા મા ને મારે પાછી બોલાવવી પડશે. મા તું આવીશ ને?
- હેતલ ગોહિલ ચૌહાણ