ઝઘડો કરજો તમારી જાત સાથે રે..
અંતર ના ઉતાપ ને કાઢવા રે,
તમે ઝઘડો કરજો જાત સાથે રે..
મનમાં મેલને વિચારોના ધોકા મારજો,
તનના વિકારોને હવામાં ઉછાળાજો,
દેહ ને નિર્મળ બનાવજો રે,
તમે ઝઘડો કરજો જાત સાથે રે..
અવળા આવેગોને દૂરથી ભગાડાજો,
વિચલિત મન સાથે રોજ લડજો,
શુધ્ધ આત્મા બનાવજો રે,
તમે ઝઘડો કરજો જાત સાથે રે..
#ઝઘડો