Gujarati Quote in Thought by Tr. Mrs. Snehal Jani

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ઝગડો કરવો એ યોગ્ય તો નથી જ એવું બધાં જ સમજે છે, તે છતાં પણ કેટલાંયે લોકો એવા છે કે જે વાતવાતમાં બીજા સાથે ઝગડો કરતાં હોય છે. પોતે જ સાચા છે અને બીજા ખોટા છે એવું પુરવાર કરવા માટે પણ ઝગડો કરે છે. ક્યારેક તો નજીવી વાતમાં ઊભો થયેલો ઝગડો મારામારી સુધી પહોંચી જાય છે. તો આ ઝગડો કરીને અંતે તો હતા ત્યાંના ત્યાં જ રહ્યા.
દરેક વખતે સમસ્યાનો કે ગેરસમજનો ઉકેલ ઝગડાથી જ આવે એ જરુરી નથી. ક્યારેક થોડું જતું કરવાથી પણ ઝગડો પતી જતો હોય છે. ઝગડો કરવો જ હોય તો બાળકની જેમ કરો. એકદમ મીઠો ઝગડો, જે થોડા સમય પછી એને યાદ પણ નથી હોતો. જેની સાથે ઝગડો કર્યો હોય એની સાથે જ ફરીથી હસતાં રમતાં જોવા મળે છે.
પતિ પત્ની વચ્ચે ક્યારેક ઝગડો થાય એનો અર્થ એ નથી કે છૂટાછેડા લેવા પડે એ હદ સુધી ઝગડો પહોંચાડી દેવો. એકબીજા સાથે બેસીને પરસ્પર ચર્ચા કરવામાં આવે તો ઘણાં ઝગડાઓ અર્થવિહીન સાબિત થશે. પોતાનાં સહકર્મચારી સાથે થયેલ ઝગડાને બહુ મોટુ સ્વરુપ ન આપવું. એમની સાથે જ કામ કરવાનું છે એ ભૂલવું ન જોઈએ.
અંતે ઝગડો એ માનસિક કે શારિરીક નુકસાન પહોંચાડવા સિવાય કોઈ જ કામમાં આવતો નથી. તેથી શકય હોય તો ઝગડો ઊભો જ ન થાય તેવું વાતાવરણ ઊભું કરવું, અને થઈ જ જાય તો સમાધાનનો રસ્તો ખુલ્લો રાખવો.
#ઝઘડો

Gujarati Thought by Tr. Mrs. Snehal Jani : 111560536
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now