ઉત્કૃષ્ટ શબ્દ અને મગજના વિચારો,
કેટકટલા વિચાર પછી નક્કી કર્યું કે આજે તો જે લખવુ તે ઉત્કૃષ્ટ જ હોવું જોઈએ,
કાગળ અને પેન પકડ્યા મોબાઈલ મૂકીને,
શાંત ખૂણો શોધ્યો ઘરનો,
ચા ભરી બાજુમાં આખી કીટલી,
અને લખ્યા અક્ષર બે ચાર
પણ આ શું?
મૂળાક્ષર અને બારાખડીએ માંડ્યો મોરચો
સાથ શેના આપીએ,બતાવ્યો છે પરચો!
મૂકી કાગળકલમ જોડ્યા મેં બે હાથ,
ઉત્કૃષ્ટ હું શું લખી શકુ, માની લીધી હાર,
દરેક પળ અને દરેક ક્ષણ
છે ઉત્કૃષ્ટ સમજાયુ છે આજ
બદલાયો છે અભિગમ અને
નવા છે વિચાર
સાચુંજ કહે છે વડીલો
જાગ્યા ત્યારથી સવાર.
#ઉત્કૃષ્ટ