બાળકને દાખલો શીખવાડતા શીખવાડતા ભૂતકાળમાં સરી પડી.
પોતે ભણવામાં હોંશિયાર હતી તો માં કહેતી હું તને ભણાવીશ ને આપણાં સમાજમાં દાખલો બેસાડી કે દિકરીઓ ને ભણાવો ગણાવો.
પણ અચાનક માં ના મૃત્યુથી મારા સપનાં વેરવિખેર થઈ ગયા.
પિતાએ પરણાવી દીધી ને જીવનનો ધ્યેય જ બદલાઈ ગયો.
મમ્મી, શીખવાડને આ દાખલો.. અવાજથી પાછી આવી ગઈ મારા હકીકતમાં.
#દાખલો