સમયના મારથી હારી..થાકી .
કંટાળી..,નિસહાય..
સાવ સુનમુન એ બેઠી હતી..
સારા નરસાની
પરખ કરવાની સુધબુધ જાણે
ખોઈ બેઠી હતી..
આવી એક અજાણી વ્યક્તિ
ભરી એનામાં હિમ્મત
ને વિશ્વાસ..બનાવી નીડર
સમયને પણ જવાબ આપી દેવા
એ સમજાવી ગઈ...
શબ્દોની માયાજાળ રચ્યા વિના
સાવ સરળ ભાષામાં
એ ઘણું બતાવી ગઈ...
એક નિઃસ્વાર્થ સંબંધ એ સ્થાપી ગઈ
ના જાણ..ના ઓળખાણ..
"માણસાઈ" નો સાચો દાખલો
એ આપી ગઈ ...
~યક્ષિતા પટેલ
#દાખલો