જિંદગી નો દાખલો માંડીએ ત્યારે સમજાય
આ તો ઉંમર નો સરવાળો થાય છે
અને જિંદગીની બાદબાકી થાય છે.
મિત્રતા ના દાખલા માંડીએ ત્યારે
તેમાં રહેલી તેની ગહેરાઈ જોવાય છે
બાકી સંબંધોના દાખલાઓમાં તો
વ્યક્તિના ખિસ્સાની ઊંડાઈ પ્રમાણે
સરવાળા બાદબાકી થાય છે.
જિંદગીમાં કાટખુણા ના દાખલામાં
ધીમે ધીમે ખૂણાઓનો વ્યાપ વધતો જાય છે
૯૦ ડિગ્રીના ખૂણે જિંદગી ટટ્ટાર થાય છે
પછી તો વ્યાપ એટલો વધતો જાય છે
કે જિંદગી લાંબી થઈને સુઈ જાય છે.
#દાખલો