Gujarati Quote in Story by Vihad Raval

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#દાખલો

"ફલાણાની વહુનો જ દાખલો લો. નોકરી પણ કરે છે. અને બાળકોને પણ સાચવે છે. અને ફલાણાની વહુ તો વળી ટ્યુશન ક્લાસ ચલાવે છે. ઘર પણ સચવાય અને કમાણી પણ થાય." રોજ છાપુ વાંચતા વાંચતા કથનીના સાસુમાં રોજ કથનીને નવા નવા દાખલા સંભળાવતા પણ કથની પોતાના બંને નાના બાળકોને લીધે નોકરી કરવા રાજી ન હતી. સાસુમાંના મોઢેથી બધાની વાતો સાંભળી સાંભળીને કંટાળેલી કથનીએ અંતે નોકરી માટે મન મનાવી લીધું. અનેક પ્રયત્નો પછી એને ગણિતના શિક્ષક તરીકે નજીકની શાળામાં નોકરી મળી ગઈ. પહેલા કથની લોકોના દાખલા સાંભળતી હતી હવે એ નિશાળમાં દાખલા ગણાવે છે.

Gujarati Story by Vihad Raval : 111556853
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now