સુરજ ડોકિયું કરી રહ્યો ને,
ચાંદો આંખો આંજી રહ્યો છે..
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે.
મેઘો એની વરસવાની હોડ માં,
ધરા આખી ભીંજવી રહ્યો છે,
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે.
ઝરણાં ને સરીતાના વહેતાં નીર ને,
સમુદ્ર નિજ માં સમાવી રહ્યો છે,
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે.
નવાં બીજ અંકુરિત થઈ રહ્યા ને,
સુંદર પુષ્પો ખીલી રહ્યા છે,
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે.
વનવગડો નિર્મળ મહેકી રહ્યો ને,
પંખીઓ નવી ધુન છેડી રહ્યા છે,
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે.
સોળે કળા એ ખીલી પ્રકૃતિ ને,
સૌ કોઈની દ્રષ્ટિ બદલાઈ રહી છે,
ને લોકો કહી રહ્યા છે કે સમય ખરાબ ચાલી રહ્યો છે..