Gujarati Quote in Motivational by Divyesh Parmar

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખુલ્લા પગે શેરીયુમાં રમતાતા ત્યારની આ વાત છે...
નાસ્તો એકબીજાનો જમતાતા ત્યારની આ વાત છે...

ઝગડો થયે જીકી દેતાતા ઢીકા, પાટુને મુક્કા...
ફરી ખભા મિલાવી ભમતાતા ત્યારની આ વાત છે...

ખાલી ખિસ્સામાં પણ રૂઆબ નવાબો જેવો હતો...
દોસ્તોને દુનિયા ગણતાતા ત્યારની આ વાત છે...

પ્રેમ આવે તો દિલ દેતાને ગુસ્સો આવે તો ગાળ...
તોય એકબીજાને ગમતાંતા ત્યારની આ વાત છે...

હવે કોણ, ક્યાં, કેટલા કમાય એ'ય ખબર નથી...
આ તો સૌ દોસ્તો સાથે ભણતાતા ત્યારની આ વાત છે...

👫👫👫👫👫👫

Gujarati Motivational by Divyesh Parmar : 111556417
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now