___________________________
દિલની "ગતિ"એ હવે આગ પકડી,
જરા શીત સલિલ કોઈ લાવો.
અંબરે જોને હવે નિશા ઢળી,
જરા યાદો ભીની ચાદર કોઈ લાવો.
તમસમાં હવે આ ધરા પોઢી,
જરા રંગીન શમણાં કોઈ લાવો.
જીર્ણ યાદોમાં હવે આંખ ડૂબી,
જરા આરજૂ નું કિરણ કોઈ લાવો.
___________________________
#ગતિ