સબંધોનો બોજો શબ્દોમાં ઉતારું તો ઠીક
શબ્દોમાં પસંદગીનું ગાન થાઉં તો ઠીક
પક્ષી જેમ આકાશે ઉડી આભ અડકું તો ઠીક
નિરર્થક થાયા પછી સાર્થક થાંઉ તો ઠીક
જીવનમાં કોઈ ગરીબને સહાય કરું તો ઠીક
અમીરી માં છકી ના જાઉં તો ઠીક
દુશ્મનો માં સ્નેહની સાંકળ થાઉં તો ઠીક
અમીરી માં ફકીરી જોવું તો ઠીક
ભટકેલા વટેમાર્ગુ ની રાહ થાઉં તો ઠીક
કોઈ અંધનું અજવાળું થાઉં તો ઠીક
#બોજો