#બોજો
હા, હવે એક બોજો જ તો છું ....
ચાહત તો શરૂઆત માં હતી
હવે તો માત્ર એક જવાબદારી છું
હા, હવે એક બોજો જ તો છું હું...
વાતો તો પહેલા થતી હતી
હવે તો માત્ર વિધિ થાય છે
હા, હવે એક બોજો જ તો છું હું ....
ચિંતા તો આગમ માં તને ઘણી થતી
હવે તો માત્ર ડોળ થાય છે
હા, હવે એક બોજો જ તો છું હું ....
યાદ તો તને શરૂઆત માં દર પળે આવતી
હવે તો તને ખુદ ની જિંદગી મળે છે
હા, હવે એક બોજો જ તો છું હું ....
મહત્વ ની તો પહેલા હતી હું
હવે તો માત્ર પરાણે માથે પડેલી પ્રેમિકા છું
હા, હવે એક બોજો જ તો છું હું ....
જિંદગી તો આગમ માં હતી તારી હું
હવે તો માત્ર જિંદગી નો એ ટુકડો છું જેને પણ તારે ત્યાગી દેવો છે
હા, હવે એક બોજો જ તો છું હું ....
-પર્લ મહેતા