એક શહેર હતું .ખુબ જ ખાનદાન અને. અમીર હતું .એ મોહનભાઇ ને બે દીકરા હતા .બંને દીકરા ના લગ્ન થઈ ગયા હતા .મોટા દીકરા ની વહુ ખુબ સુંદર હતી .પરંતુ નાના દીકરા ની વહુ ગરીબ ઘર ની ને થોડી દેખાવ માં શ્યામ અને દેખાવ માં. અને સ્વરૂપ માં મોટી વહુ જેવી નહતી .તેમનો પરિવાર એક જ બંગલા માં સાથે જ. રહેતા હતા .બધા ખુબ જ મોજ- શોખ થી જીવન જીવતા હતા .પરંતુ નાની વહુ ના સામાન્ય દેખાવ ને લીધે હંમેશા બધાની મશકેરી નું કેન્દ્ર બની રહેતી .મોટી
વહુનો ઘરના બીજા લોકો તેમના સ્વરૂપવાન દેખાવ ઉપર ખુબ જ અભીમાન અને ગર્વ અનુભવતા અને તેમની સુંદરતાના અભીમાન માં રચ્યા -પચ્યા રહેતા .
નાની વહુ ને કદરૂપી વહુ અને એ તો શ્યામ (કાળી )છે એવું કહી ને સંબોધતા .નાની વહુ ખુબ જ સમજુ અને ધૈર્યવાન હતી .ઘર ના બધા કામ આખોદિવસ (નોકરાણી )ની જેમ કર્યા કરતી .ગરીબ પરિવાર ની દીકરી હતી .બધું જ સહન કરી લેતી કારણ કે. તેમને મન માં એક ડર હતો .હું તો કદરૂપી અથવા સામાન્ય દેખાવની છું .
મને ઘરની બાર કાઢી નાખશે તો મારા માં બાપ ને કલંક લાગશે બસ આમ જ ઉદાસ થઈ રડી ને સુઈ જતો .બધા ના મેળા -ટોણા અને નિંદા ઓ સાંભળવા ટેવાઈ ગયા હતી .કોઈ પ્રસંગ માં અને બધા ની જોડે બહાર જવાનું ટાળતી કેમ કે એને ખબર હતી કે બધા મારી મશ્કરી કરશે અન્ય લોકો થી પોતાની જાત ને દૂર રાખતી .પોતાના વર્તન માં હંમેશા દયા અને માયાળું વર્તન રાખતી .એક દિવસ તેમનો. પતિ પણ તેમને કહે છે કે મેં તો કેવા સપના જોયા તા કે મને તો હિરોઈન જેવી મળશે .પરંતુ મને ક્યાં ખબર હતી કે મારા નસીબ માં તો આવી સાવ કદરૂપી લખી હશે .મિત્રો આ પરથી હું કઇશ કે ,
ફૂલ કદરૂપું ભલે હોઈ પણ એ મહત્વ નું નથી .પરંતુ એ સુંગંધ કેટલી આપે છે એ મહત્વનું છે .
આજ ના જમાના માં જોઈ છે બધા ને સુંદર અને ફેશનવાળી છોકરી એમના ગુણ એમની બુદ્ધિ એમના સંસ્કાર એ ક્યાં કોઈ ને જોઈ એ છીએ .બસ છોકરી રૂપાળી એટલે હા બસ મારે તો આમની સાથે જ લગ્ન કરવા છે .પછી ભલે એ રૂપાળી આવી ને માં -બાપ ની ઊંઘ ભૂખ અને આબરૂ ને નેવે મૂકે .મિત્રો ચેહરા થી સુંદરતા ના વખાણ દુનિયા માત્ર પાંચ વર્ષ કરે .પરંતુ મન થી સુંદર હશે ને તો એના વખાણ જિંદગી ભર થશે .કદરૂપું હોવું એ દેખાવ થી કદરૂપું છે .પરંતુ એના મન ના અને ગુણ ના દેખાવ તો જોવો .કદરૂપું હોવું એમાં એ છોકરી નો શુ વાંક છે ?એના પણ સપના હોઈ છે .પત્ની ની સુંદરતા ગોતવા માં તમારા ઘર ની સુંદરતા વિખાય જાય છે એ તો વિચારો ..
-નેહલ આહીર