English Quote in Blog by Rima

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે કાના, આવ ફરી અવતરી આ જગમાં
સમજાય તને પણ રહેવું અઘરું છે આ જગમાં
શોધી બતાવ મને આ જગમાં
ક્યાં છે સુદામા જેવો દોસ્ત આ જગમાં
ક્યાં છે રાધા જેવી પ્રીત આ જગમાં
ક્યાં છે મીરા જેવી ભક્તિ આ જગમાં
ને ક્યાં છે તારા જેવો ગુરુ આ જગમાં
જે સાથ આપે મારો પલ પલ માં
મતલબી લોગ રહ્યા છે આ જગમાં
બે ઘડી નો સમય પણ ક્યાં છે હવે આ જગમાં
મંદિર માં શોધે તને સહુ આ જગમાં
પોતાની અંદર જાંખવાનો સમય ક્યાં છે આ જગમાં
તારા દર્શન પણ વેચાય છે આ જગમાં
ઉભા રહેવાનો સમય ક્યાં છે હવે આ જગમાં
ફરી ભક્તિનો માર્ગ બતાવ આ જગમાં
ગીતાનો બોધપાઠ સમજાવ આ જગમાં
વિસરાયું છે સહુ જ્ઞાન આ જગમાં
સાધુ ને સંત પણ સાચા ક્યાં મળે આ જગમાં
જે આપે સાચી સમજણ આ જગમાં
પૈસા પડાવવાના ધંધા ચાલે છે આ જગમાં
તને પામવાના ગોરખધંધા ચાલે છે આ જગમાં
હે કાના, આવ ફરી અવતરી આ જગમાં
ભક્તિનો સાચો માર્ગ બતાવ આ જગમાં

English Blog by Rima : 111554545
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now