#આક્રમણ
મનુષ્ય ચારેકોરથી ઘેરાયેલો છે. બધાં જ પ્રકારનાં આક્રમણો,દ્વન્દ્વ,વાટાઘાટોમાં ફસાયેલો છે. ક્યારેક પ્રાકૃતિક તો ક્યારેક અપ્રાકૃતિક આક્રમણો. સદંતર, નિરંતર ચાલતા આ આક્રમણો એ મનુષ્યને શારીરિક અને માનસિક રીતે આક્રમણકારી બનાવી દીધો છે.
સ્વાર્થ, લાલસા, લોલુપતા અને આવેશ જેવાં સકંજામાં ફસાતા ફસાતા આ માણસ નામનું સામાજિક પ્રાણી ક્યારે આક્રમણકારી બન્યું તેની ખબર જ ન રહી.
સામાજિક પ્રતિષ્ઠા અને હોદ્દાની લ્હાયમાં માનસિક રીતે ઘવાતો રહ્યો. જીવનમાં કંઈ જ ન કરી શક્યો તેની આવેગતામાં ઘસાતો રહ્યો. પ્રકૃતિનાં બાળક તરીકે ઉછરતો મનુષ્ય આજે પ્રકૃતિથી વિચ્છેદિત થવા લાગ્યો. અને સામો પ્રહાર કરવા લાગ્યો. એટલો બધો આક્રમણકારી બન્યો કે હાલ પોતાના જ આક્રમણ સામે ટકવું હવે અશક્ય બની રહ્યું છે!!!!!!!
હેતલ ગોહિલ ચૌહાણ