એક વોટ્સએપ ગ્રુપ ઘણા સમયે હોટેલમાં ભેગું થયું. બધા એકબીજાને ખૂબ પ્રેમથી મળ્યાં. તેઓએ હોટેલમાં લંચ લીધું. પછી હોટેલનું બીલ ભરવા મીઠી રકઝક થઈ, બધા જ બીલ ભરવા ઉતાવળા હતાં.
આ પ્રેમ જોઇ મેનેજર ખૂબ ખુશ થયો. કોણ બીલ ચૂકવશે તેનું અનુમાન કરવા લાગ્યો. ત્યાં ગ્રુપનો એડમીન ઊભો થયો અને તેણે જાહેર કર્યું કે આપણે સૌ હોટેલનું એક ચક્કર દોડીને પુરું કરીએ, જે સૌથી પહેલાં હોટેલમાં પ્રવેશે તે બીલ ચૂકવશે.
બધા સહમત થયા.
એટલે હોટેલના મેનેજરે કહ્યું કે તે વ્હીસલ મારશે પછી બધા દોડ શરૂ કરો.
બધાએ સહમતિ આપી.
મેનેજરે સીટી મારી એટલે બધા હોટેલનો રાઉન્ડ મારવા દોડ્યા....
આજે ત્રીજા દિવસે પણ કોઈ હોટેલમાં પાછું આવ્યું નથી...
.
મેનેજર રાહ જોઈ રહ્યો છે.....
😄
બોલો, હવે આપણે ક્યારે લંચ કે ડિનર લેવા ભેગા થવું છે ???
😜😃😁😄😄😁