ગર્વ છે તુજ પર
____________
મમતા ની ગંગોત્રી આજ લહેરો નો મહાસાગર બની જાય છે,
પિતા નાં પગથળ શિખર બની આજ આસમાન અડી જાય છે.
તાવડા ઘસી ને અમ જીંદગી નું જીવન જીવતર બની જાય છે,
આજ બાવડા કસી ને દીકરો પરદેશ ધન કમાવા જાય છે.
જે કલ્પના કરી ન હતી એ કલ્પના નાં સપના સાકાર થઈ જાય છે,
જે ઈચ્છા કરી હતી જીવન માં, એ આજ શુભેચ્છા બની જાય છે.
ગર્વ છે તુજ પર અમને કે તુજ પર અભિમાન થઈ જાય છે,
પણ દીકરા અભિમાન નું માન રાખજે , નહી તો એ ગુમાન થઈ જાય છે.