⛈️વર્ષા ⛈️
ઠંડા વા વર્ષાના વાયા,
ઈશાની વીજળી ચમકી,...
જરાક જેટલી ચડી વાદળી
ઉત્તરખંડેથી આવી,
આભ લઇ ઊંડાણમાં એણે,
ધારે ધરતી નવરાવી,
જોર-ઝાપટા પવન-જડી,
ઘટા ગગન ઘનઘોર ચડી...
મેં મંડાણો મુશળધારે,
અનરાધાર મચી હેલી,
હુડુડુડુડુ આભ રહ્યો ગરજી,
ઘટા ગગન ઘનઘોર ચડી....
✍️ત્રિભુવન વ્યાસ