મને મારી બહું પ્યારી ગઝલ છે,
દુનિયા છે રહી મારી ગઝલ છે.
તું ના હો તો, મને કાંઈ ગમે નહિ,
તું છે તો તો ઘણી સારી ગઝલ છે.
કરી કોશિશ ઘણે, તોયે મળી ના,
છતાં કોશિશ કરી જારી ગઝલ છે.
ના હો ઉલ્લેખ જીવણ ભલેને,
કે ગુમનામી મહીં તારી ગઝલ છે.
કદી હળવી બની સામે મળે છે,
કદી હો આંસુથી ભારી ગઝલ છે.
ઘણાથી અક્ષ, જોવાતું નથી કે,
બધાથી આપની ન્યારી ગઝલ છે.