જીવનમાં દુ:ખો માટે કોણ જવાબદાર છે ?
ના અલ્લાહ
ના શેતાન
ના ભાગ્ય
ના સગાસંબંધીઓ
ના પાડોશી
ના સરકાર
જવાબદાર તમે પોતે જ છો......
તમારો માથાનો દુખાવો નકામા વિચારોનું પરિણામ છે.
તમારો પેટનો દુખાવો ખરાબ કે ખોટું ખાવાનું પરિણામ છે.
તમારું દેવું જરૂરત કરતા વધુ ખર્ચનું પરિણામ છે.
તમારું દુર્બળ, જાડું, બીમાર શરીર ખોટી જીવનશૈલીનું પરિણામ છે.
તમારા કોર્ટ કેસો તમારા અહંકારનું પરિણામ છે.
તમારા નકામા વિવાદો વધુ અને વ્યર્થ બોલવાનું પરિણામ છે.
ઉપરોકત કારણો સિવાય પણ એવા બીજા સેંકડો કારણ છે જેનાથી પ્રેરાઈ તમે વગર કારણે અન્યો પર દોષારોપણ કર્યા કરતા હોવ છો. જો આપણે આ દુઃખોના મૂળ કારણોનો બારીકાઈથી વિચાર કરીએ તો જણાશે કે ક્યાંક ને ક્યાંક તેની પાછળ આપણી પોતાની કોઈક મૂર્ખામી જવાબદાર છે.....