દાદા રોજ આંગણાં માં હીંચકા પર બેસીને બધા જ બાળકો ને બોધ કથા કહેતા. કાળ ક્રમે હિંચકો ખાલી પડ્યો અને બધા બાળકો ખાલી હિંચકો જોઈને ઝુરવા લાગ્યા. થોડો સમય આમ જોઈને દસ વર્ષ ની મીરા એ એક દિવસ બધા બાળકોને ભેગા કર્યા અને અસ્સલ દાદા જેવા લહેકા માં વાર્તા કહેવા લાગી. દાદા ની #કથા માં થી એને બોધ લીધો હતો કે આદરેલા સત્કાર્યો અધૂરા ન રહેવા જોઈયે..
#કથા