#નવરાશ
કંચન રાય પોતાના દિકરાને કહેતા હતા,"બેઠા તને આજે નવરાશ હોય તો મારા મોં માં ચાંદા પડ્યા છે." તો દવાખાને જઇ આવીએ બાપુજી મારી પાસે સમય નથી, તમને નવરા બેઠા બધું થશે.
કંચન રાય આ વાક્ય સાંભળીને બેસી ગયા, મારું બેટુ એમને મોટા કરવાનો સમય આપણી પાસે હતો ને આજ મારા માટે સમય નથી.
એકાદ બે મહિના પછી એમના મોં માં તકલીફ વધી તે દવાખાને ગયા,"કેન્સર છેલ્લા સ્ટેજમા પહોંચી ગયું હતું, તેમને દવાખાને દાખલ કરવાના હતા, પણ હજુ દિકરા પાસે નવરાશ નહોતી" તેમને હોસ્પિટલમાં નાખી દીધા, જે દિવસે તેના પપ્પા નું મૃત્યુ થયું એ દિવસે બાર દિવસ ની રજા લીધી એને હવે તેને નવરાશ હતી..
હવે ની નવરાશ શું કામની ?