સંતાનને વારસામાં ગમે તેટલી ધન દોલત આપો પણ જો સંસ્કાર અને શિક્ષણ નહીં આપ્યા હશે ને તો આ જ ધન દોલત એ વધારવાને બદલે ખૂબ જ જલદી પતાવી દેશે અને એની જીંદગી દોજખ બની જશે. માટે ધન દોલતની સાથે સંસ્કાર અને શિક્ષણ પણ આપો.
બાળક નાનું હોય ત્યારથી જ એને શિક્ષણ અને ધનનું મહત્ત્વ સમજાવો. કરકસરનાં પાઠ નાનપણથી જ ભણાવો. આ વારસો જ એનાં જીવનને ધન્ય બનાવશે. જાહોજલાલી હોવાં છતાં પણ પગ ધરતી પર કેવી રીતે રાખવા એ સંસ્કારનો વારસો પણ એને આપવો જ રહ્યો.
બાળકને નાનપણથી જ પોતાનાં વડીલો, દેશ અને માતૃભાષા પ્રત્યે પ્રેમ અને આદર સન્માન કરવાનો વારસો આપો.
#વારસો