Gujarati Quote in Blog by Krishna

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા માટે આજનો દિવસ બહુ મહત્વનો છે! મારા દોસ્ત, ગુરુ, બોયફ્રેન્ડ અને પ્રિય એવા કૃષ્ણ નો જન્મદિવસ !
સામાન્ય રીતે આપણે birthday આનંદ થી ઉજવીએ છીએ પણ કૃષ્ણજન્મ તો આનંદથી યે વધુ ઉત્સવનો દિવસ છે.
એ જનમ્યા હતા કે નહિ, ઈશ્વરનો અવતાર હતા કે મહાન માણસ...વેદવ્યાસ ની કલમે જે કૃષ્ણ આપણી સામે મૂક્યા છે એ પાંચ હજાર કે વધુ વર્ષો પછી પણ મારી સાથે જીવે છે એવું મને રોજ લાગે છે.
મોહ, ઈર્ષા, ક્રોધ, અભાવ, અધૂરપ, ભય, ચિંતા, અપેક્ષા...બધું જ છે, કારણકે સામાન્ય છું પણ એ બધું મારામાંથી પસાર થઈને એના તરફ જ જાય છે એવું સમજી અને અનુભવી શકું છું, હવે !
હું એની સાથે વાતો કરું, ઝગડી પડું, રિસાઈ જાઉં, રડું, હસું અને મારી નાની મોટી બદ્ધી વાત એની સાથે શૅર કરું...he is like a part of my daily routine !
શ્રધ્ધા થી શરૂ થયેલો આ સંબંધ શરણાગતિ સુધી પહોંચ્યો છે! અથવા, એણે જ પહોંચાડ્યો છે, કદાચ !
એને ખબર છે,કહેવા કે માગવાની જરૂર નથી! એ કરશે જ, અને નહિ કરે તો મારે લાયક નહિ જ હોય...
એવી કોઈ બેનિયાઝ, બેફિકર, બેખુદ મનોદશામાં છું...
કૃષ્ણની ભક્તિ નહિ, કૃષ્ણ સિવાય સર્વ અને સહુ થી મુક્તિ નો પ્રવાસ !
" શ્રધ્ધા થી શરૂ થયેલો આ સંબંધ શરણાગતિ સુધી પહોંચ્

Gujarati Blog by Krishna : 111539415
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now