જય શ્રી કૃષ્ણ...
આજ થી લગભગ 5000 વર્ષ પહેલાં એવા વિભૂતિ નારાયણ નો જન્મ થયો જે માનવજાતિ ના કલ્યાણ અર્થે પોતાનું જીવન ખર્ચી નાખ્યું....કે કદાચ એમનો જન્મ જ એના માટે થયો કે વિનાશકારી જીવો ને મોક્ષ આપી શકે...
શ્રી કૃષ્ણ જન્મ્યા ત્યાર થી એક પળ પણ એમને પોતાના માટે નથી જીવી...પરોપકાર જ એમના જીવન નું લક્ષ્ય લોકો ના જીવન ને તદર્ષ્ય કરવા તત્પર રેહતા...
એક વાર પણ એમના જીવન માં સ્મિત વિનાનું એમનું મુખ રહ્યું નથી... પરિસ્થતિ કેવી પણ રહી હોય..એમનો સામનો એમને સ્થિતપ્રજ્ઞ ( ગમે તેવી સ્થતિ માં સ્થિર રહેવું તે) બની ને જ કર્યો છે..
કૃષ્ણ એટલે પ્રેમ નો અવિરત પ્રવાહ..ક્યારેય ખૂટે નહિ...ક્યારેય ઓછો થાય નહિ...ક્યારેય બદલાય નહિ... તમારી પાસે કેટલી ક્ષમતા છે એને પામવા ની...એને નિસ્વાર્થ પામવાની...એમના થઈ જવાની...અમથું કઈ રાધા, મીરા કે નરસિંહ બની જવાય છે.
કૃષ્ણ એટલે સાચો મિત્ર, સખા... તમારા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી નાખનારો...તમને પણ એના માટે પોતાનું બધું જ લૂંટાવી દેવાનું મન થાય..તમે આપો એના કરતા કેટકેટલાય ગણું તમને પાછું વાળી આપે....કોઈ ના ઋણ માં બંધાય નહિ...સદાય તમે એના ઋણી રહો... દ્રોપદી અને સુદામા ને જ આ સમજાય...
કૃષ્ણ એટલે સાચો સલાહકાર, માગૅદૃષ્ટા હાથ પકડી ને બેઠો કરાવનાર અને એકવાર હાથ પકડયો એટલે જીવન ને તારી નાખનાર... કડવું પણ સત્ય કહેનારા ...સત્ય ને સમજાવી ..એનું મહત્વ સુ છે જીવન માં એ દેખાડનાર...જીવન માં કર્મ નો સિધ્ધાંત સમજાવનારા ...અર્જુન બની ને જ આ સમજાય...
કૃષ્ણ એટલે તમે કહો એટલું ઓછું પડે...વિચારો એનાથી કેટલાય વિશાળ....જોઈ ના શકો એવા પ્રકાશિત...
આજે એમના જન્મોત્સવ નિમિત્તે ...એમના જીવન માંથી ફક્ત એક પળ પણ એમને અનુસરી ને જીવી લઇશુ તો પણ જીવન તરી જશે...એમને આપેલું જીવન એમને જ અર્પણ કરી શકીશું..
"त्वदीयं वस्तु गोविन्द: तुभ्यमेव समर्पये"
( તે આપેલું જે કંઈપણ છે...એ બધું જ તને સમર્પિત)
"બ્રિજ રાજ"