હું કર્મમાં માનું છું કેમકે સારું કર્મ કરવાથી સારું ફળ સો ટકા મળે છે અને ફળ મળે કે ના મળે પરંતુ આત્મસંતોષ તો થાય જ.મારા અનુભવોમાં કહું કે હું સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતો હતો ત્યારે મારો મૂળ હેતુ બિનસચિવાલય ક્લાર્ક પાસ કરવાનો હતો કેમકે હું એ વખતે આવેલી પોલીસની પરીક્ષા માટે શારીરિક તૈયાર હતો જ નહિ પરંતુ નોકરીનું ક્યા કઈ નક્કી હોય એટલે જે મળે એ પહેલી લઈજ લેવાના હેતુ થી મેં કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું અને થોડા સમયમાં તેના માટે ની દોડ હતી પરંતુ હું ક્યારે દોડેલ નહિ એટલે હું એકવાર પ્રેક્ટિસ કરવા ગયો એ દિવસે જ હું બે કી.મી દોડ્યો ત્યાં તો મારા પગ એવા દુખવા આવ્યા કે સાત દિવસ મારા માટે હલાવું મુશ્કેલ થઈ ગયું હતું અને ત્યાર પછી મેં દોડવાનું છોડી મારા લક્ષ તરફ ધ્યાન દોર્યું અને ત્યાં પોલીસની દોડ પણ આવી મને તો ખબર હતી કે હું દોડમાં નાપાસ થવાનો છું છતાં દોડ આપવાનુ નક્કી કર્યું અને હું બસમાં બેસી ને ખેડા જતો ત્યાં એક વ્યક્તિ પાંચએક વર્ષના બાળક ને તેડી ને બસમાં મારી બાજુમાં ઉભો હતો અને એ બાળક પણ બહુ રડે એવું થઈ ગયું હોય એવું મને લાગ્યું એટલે મેં એને મારા ખોળામાં બેસાડી ખોડા સુધી લઈ ગયો હા અને એ બાળક અને એના પિતાજી ની પ્રસન્નતા જોઈ મને પણ આનંદ થયો અને બીજા દિવસે દોડ હતી અને એ દોડ મેં મારા મિત્રો કરતા પણ ઓછા સમયમાં પુરી કરી નાખી હતી એને એ ફળ મને મારા કર્મના કારણે મળ્યું બાકી મારા માટે ક્યારે આ શક્ય નહોતું.
બસ કર્મ કરો ઉપર વાળો હિસાબ રાખે જ છે