તારી લહેરાતી લટ..
જ્યારે પવનથી તારી આ લટ,
લહેરાતી તારા ગાલ પર આવે..
ત્યારે તારું એ તીખી નજરથી જોવું...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તારી કોમળ અને નાજુક આંગળીથી,
તારી આ લટને તું કાન પાછળ રાખે...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તું કામમાં હોય અને આ તારી લટ,
તને ઘણીયે ઘણીયે હેરાન કરે....
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??
તને ગમે કે ના ગમે,
પણ તને આ લહેરાતી લટ સાથે હેરાન થતી જોવી,,
મને બોવ ગમે છે.......
હવે તું જ કે...
તારી આ લહેરાતી લટની હું શું વાત કરુ??🤗
- Radhika kandoriya 😍