#પૂછપરછ
ઈશ્વર ..,,,
આજે તારી કચેરી મા માનવી થઇને તને પૂછપરછ કરવી છે. તે માનવી બનાવી દુનિયામાં મોકલ્યો એ સાચી વાત પણ તેને વિચારવાની શક્તિ આપીને ભૂલ તો નથી કરી ને ? કારણ,
તે જ શક્તિ થી તે હમેશાં તને જ મૂખઁ બનાવે છે.
તારા નામથી પૈસા નો પૂજારી બને છ
તારા નામની ભક્તિ કરી સાધુ હોવા ને ઢોંગ કરે છે
ધમઁ ના નામે લાખો નિદોઁષ લોકોની જાન લે છે એવું કહીને કે આમાં તો ઈશ્વર ની મરજી અથવા અલ્લા ની મરજી છે.
કોઈ અબુધ નારી ને ફોસલાવે છે ઈશ્વર ની મરજી નું નામ આપીને ,
પણ ,
આ બધુ તું સાંખી શા માટે લે છે?
કોઈવાર સારું કામ થાય તો ઈશ્વર ની કૃપા,
પોતાનું ધાર્યું કામ ન થયું તો તને દોષ આપે કે
તે મને મદદ ના કરી.
આ બધી પૂછપરછ ના જવાબ તો તું નહિ આપી શકે
કારણ તું તો પથ્થર ની મૂતિઁ છેા
પણ..,,,, પછી જ્યારે એ બધા ને પોતા ના કમોઁ ના ફળો મળે છે ત્યારે સમજાય છે કે એ પથ્થર ની મૂતિઁ મા તું સુક્ષમ રીતે છુપાયેલો છે.
પણ, આ બધી પૂછપરછ મા જ મને મારો જવાબ પણ મળી ગયો છે.