તારી મારી દોસ્તી એટલે જાણે બગીચામાં ખીલેલું ફુલ,
જે હંમેશા આપણાં જીવનમાં ફેલાવે સ્નેહની સુહાસ...
તારી મારી દોસ્તી એટલે બે દેહમાં રહેલી એક આત્મા,
જે અનેક મુશ્કિલો છતાં પણ ન થાય ક્યારેય અલગ...
તારી મારી દોસ્તી એટલે દીપકમાં સળગતી જ્યોત,
જે અનેક કષ્ટ સહન કરી આપે બધાને હંમેશા રોશની..
તારી મારી દોસ્તી એટલે અડીખમ ઉભા રહેતાં પર્વતો,
જે શીખવે હંમેશા દરેક પરિસ્થિતિમાં રહેવાનું અડગ...
તારી મારી દોસ્તી એટલે નિરંતર વહેતું વ્હાલનું ઝરણું,
જે શીખવે હંમેશા અનેક અડચણોને દુર કરી વહેવાનું...
રાજેશ્વરી