એ અડધા ખાધેલા કપ આઈસ્ક્રીમના,
ને કચરામાં જતી વિવિધ ડીશ,
બધું જોઈને એનું એ લલચાવું.
એના લલચાટ અને સંતોષ વચ્ચે,
ફરક છે એક કચરાપેટીનો.
કદી શરમ અને બીક આવી જાય છે સંતોષ વચ્ચે,
અને લાલચ લાલચ રહી જાય છે.
એ કોઈની સામે હસે છે લલચાઈને,
કોઈ ખુશ છે એને લલચાવીને.
લલચાવું અને લલચાવવું,
બંને વચ્ચેનો સૂક્ષ્મ ભેદ,
માણસાઈ પર આધાર રાખે છે.
#લલચાવવું