આ જીવન જીવવું એટલુ,
પણ સહેલું નથી..
ભીડમાં દુખ, દર્દ ભુલીને,
એક નાનું હાસ્ય કરવું સહેલું નથી..
બીજાની ખુશીઓ માટે,
આખી જિંદગી ખર્ચી નાખવી,
એ કાંઈ સહેલું નથી..
બંધ આંખે જોયેલા સપનાઓ,
ખુલ્લી આંખે તુટતાં જોવા એ કાંઈ સહેલું નથી..
બીજાની સામે ઘણી વાતો કરીએ પણ,
એકાંતમાં પોતાની જાત સાથે વાત કરવી,
એ કાંઈ સહેલું નથી..
- Radhika kandoriya..