Gujarati Quote in Story by Yash Somaiya

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

શાકભાજી ખરીદવા રમીલાબેન અને તેની દીકરી રોશની સ્ફુટી પર માર્કેટ જવા નીકળ્યાં. બજારની શરૂઆતમાં જ રાખડીનો સ્ટોલ જોઈ રમીલાબેને સ્ફુટી થોભવાનું કહ્યું. રોશનીએ કહ્યું મમ્મી હજુ વાર છે રક્ષાબંધનને.... શેની ઉતાવળ છે આટલી!? મારે વોરિયર માટે રાખડી લેવી છે આટલું બોલીને રમીલાબેન સ્ફુટી પરથી ઉતરી ગયાં. દીકરીને ઉત્સુકતા થઈ કે વાહ સરસ.. પણ વોરિયર!? રમીલાબેને તો ડઝનેક જેટલી રાખડીઓ લઈ લીધી! દીકરી અચંબામાં પડી. હજુ રમીલાબેન સ્કૂટર પર બેસે કે ફરીવાર દીકરી સવાલ કર્યો. મમ્મી, આટલી બધી રાખડીઓ! હા બેટા.

૧. અનાજ કરિયાણાવાળા ભાઈ માટે
૨. દૂધવાળા ભાઈ માટે
૩. ચક્કીવાળા ભાઈ માટે
૪. મેડિકલ સ્ટોર ધારકને
૫. શાકભાજીવાળા ભાઈ માટે
૬. સોસાયટીના સિક્યોરિટી ગાર્ડ માટે
૭. મ્યુનિપાલિટીમાંથી પાણીની લાઈન ખોલવા આવતાં કર્મચારી માટે

પણ મા, આ બધાં વોરિયર!? દીકરનો સવાલ સાંભળતાં જ તેણી ગુસ્સે થઈ અને કહ્યું આ બધાં વોરિયર જ છે બીજાં ભલે ન માને પણ છે અને રહેશે જ. તારા પપ્પાને મોડી સેલેરી મળી, તો'યે કરિયાણાવાળા ભાઈએ ઉકારો નથી કર્યો. દૂધવાળા ભાઈએ અને શાકભાજીવાળા ભાઈએ લોકડાઉન દરમિયાન વસ્તુઓ પહોંચાડી. સિક્યોરિટી ગાર્ડ આપણને સૌને માટે વસ્તુઓ ખરીદી કરીને લઈ આપતાં.. રહી વાત મેડિકલ સ્ટોર ધારકની કે પાણીની લાઈન ખોલવા આવતાં કર્મચારી તો તેઓ ઘર સુધી દવાઓ આપી ગયા હતાં અને કર્મચારીને તો ડ્યુટી એવી કે, અમુક જગ્યાએ સવારે જવાનું પાણીની લાઈન ખોલવાં તો ભરબપોરે જવાનું! ત્યાં ઉભેલ રાખડી વેચવાવાળો'ય ગર્વ લેવા મંડ્યો....

Spark

- યશ સોમૈયા ✍
આવાઝ

Gujarati Story by Yash Somaiya : 111523310
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now