આજે જે મોદીજીને તમે જોઇ રહ્યા છો તે પહેલા કરતાં બિલકુલ અલગ જ દેખાય છે.
કારણ જાણો છો! નહી!
ચાલો હું જ તમને કહી દઉ,
સૈ પ્રથમ આપણા ઘરની જ વાત કરીએ...આપણા ઘરમાં આપણી સાથે આપણા માતા પિતા રહેછે..બરાબરને
હવે માતા તો ઠીક પણ જયારે પિતાનો સ્વભાવ કે તેમનો ચહેરો કંઇક બદલાયેલો લાગે તો તમે શુ વિચારશો!
આપણે એમ વિચારીશું જરુર પપ્પા કોઇ ટેન્શનમાં લાગેછે...કદાચ આપણે તેમને પૂછવાનો પ્રયત્ન પણ કરીશું તો તે પહેલા કોઇ જ જવાબ નહી આપે..
કારણકે પુરુષ હમેશાં દર્દ વહેચતો નથી
પણ તે તેના દિલમાં સમાવી રાખે છે પણ જયારે તેમને આપણે શાન્ત ને પ્રેમથી પુછીશું તો તે જરુર તેમની સાચી વાત કરશે કે તેમને કયું ટેન્શન કોરી ખાય છે...કદાચ તેઓ એ પણ કહેશે કે તુ બેટા હવે મોટી થઈ ગઈ છે નજીકમાં જ તારા લગ્ન લેવા પડશે તો હાલ તો મારી પાસે ફુટી કોડી પણ નથી તો તને કેવી રીતે હું પરણાવીશ!
આતો એક દાખલો છે પણ તેમને અનેક પ્રકારની ચિન્તાઓ હોઇ શકે છે
બસ તેવી વાત આપણા નરેન્દ્ર મોદી જીની છે તે લોકડાઉન પહેલા ઘણા ખુશખુશાલ જણાતા હતા પણ જેમ જેમ કોરોનાએ તેનું રુપ ભયંકર લેવા માંળ્યુ તેમ તેમ તેમની ચિંતાઓ વધવા લાગી...કોરોનાથી સંક્રમિત કેસો દિવસે ને દિવસે વધવા લાગ્યા તેમ સાથે સાથે મરણનો આંકડો પણ હવે વધવા લાગ્યો છતાંય તેમને બબ્બે મહિના દેશને લોકડાઉન કર્યો છતાંય કોરોનાનો કોઇ જ ફરક પડ્યો નહી ભગવાન પાસે દુઆઓ સાથે એક દિવસ જનતા કરફ્યુ પણ રાખ્યુ ત્યારબાદ રાત્રે આઠ કે નવ વાગે વેલનથી થાળીઓ પણ બધાએ એક વિશ્વાસ સાથે ખખડાવી
તેમ છતાંય કોરોના ઓછો થયો નહી ને આજ ભારતની જનતા તેનો વધુ ને વધુ ભોગ બની રહી છે આજે વિમાનો, ટ્રેનો, લાંબા રૂટની બસો બધુ જ કોરોનાને લીધે સરકારે બંધ કરેલું છે તેથી સરકારની આવક પણ હાલ ઝીરો ઉપર છે ઉપરથી સરકારને આજ ગરીબ લોકોને મફત અનાજ, કઠોર આપવું પડેછે કારણકે કોરોનાથી ગરીબ લોકોના ધંધા નોકરીઓને પણ માર પડયો છે છેવટે સરકારે લોકોનો રોજગાર ધંધો ચાલુ રહે ને તેઓના પરિવારનું ભરણપોષણ પણ ચાલતું રહે તે માટે એક ચિંતા બતાવીને લોકડાઉન ને અનલોક વન ને અનલોક ટુંમાં ફેરવીને લોકોનું જીવન ધોરણ ફરી પાછું બેઠું થાય તે હેતુથી દરેક બજારો ખોલી નાખ્યા દુકાનો ખુલી, કંપનીઓ ખુલી, કારખાના ખુલ્યા, મંદિરો ખોલ્યા થોડી ઘણી બસો પણ ચાલુ કરી...
પણ સરકારની એક બે શરતો હતી કે દરેકે માસ્ક ફરજીયાત પહેરવું, હાથ વારંવાર ધોવા ને બેની વચ્ચે એક મીટરનું અંતર જરુર રાખવું
તેમ છતાંય આવું કરવા કોઇ જ સમજયુ નહી!
ટુકમાં નરેન્દ્ર મોદી જીને આવી બધી ચિંતાઓ સતાવ્યા કરેછે કે મારો દેશ હવે વધુ ને વધુ કોરોના ગ્રસ્ત બનતો જાયછે કોરોનાથી દુનીયામાં ઘણો જ પાછળ રહેનારો દેશ ભારત હાલ વધુ ને વધુ કોરોના ગ્રસ્તથી બીજો નંબર બનવા નજીકમાં જઇ રહયોછે!!!
ગઇકાલે એક વિશ્ર્વ પરિષદમાં તેવો જયારે બોલતા હતા ત્યારે તેમની સ્પીચ તેમજ બોડી લેંગ્વેજમાં મોટો બદલાવ લોકોએ જોયો એક સમયે ભારત માટે આખી દુનિયામાં ગર્જના કરનાર સિંહ આજ દેશની અનેક ચિન્તાઓમાં ઘેરાયેલો છે.માટે સૈ આપણા લાડકા નરેન્દ્ર મોદીજીની દરેક ચિન્તાઓમાં ભાગીદાર થઈએ ને દેશ માટે તે જે કહે તે આપણે આપણા પિતા તરીકે માનીને દરેક નિયમનું પાલન કરીએ.
જય ભારત 🙏