તરંગી દુનિયા અને તેના તરંગી નિયમો સગવડીયા,
ખુદ ભલે ને પાલન ન કરે તેનું,
પણ થોપે રાખે બીજા પર એજ નિયમો,
અરે!કહો કોઈ આ જમાના વાસીઓને કે હર કોઈ તેમના જેવા નથી હોતા,
હોય છે અમુક તરંગી મિજાજી પણ,
જેને સુખ શું અને દુઃખ શું?
એના માટે હતાશા અને નિરાશા શું?
એ તો બસ એના વિચારોનાં તરંગોમાં છે મગ્ન,
અને આ જ રીતે એ વહી પણ જાય છે જીવન પ્રવાહમાં,
કવિ કે શાયરથી વધુ શું બીજું કોઈ હોય શકે તરંગી?
#તરંગી