500 ઉપર કવિતા, સેંકડો લેખ, થોડીઘણી વાર્તા અનેક જોડકણાં અને 38 જેટલા સ્ટેજ પ્રોગ્રામ આપ્યા પછી પણ જીવનની હજુ સુંદર કૃતિ હું લખી નથી શક્યો.
મેં જે કલ્પના કરી છે, મેં જે સ્થિતિ નું વર્ણન મારા અનેક લેખોમાં કર્યું છે એ દિવસ જ્યારે આવશે ત્યારે મારુ લખાણ, મારી આ મહેનત સાર્થક સાબિત થશે. જ્યારે દેશ માંથી જાતિવાદ, ધર્મવાદ, ભ્રષ્ટાચાર, શિક્ષણ માફિયા, ભુમાફિયા, વ્યાજમાફિયા જેવા અનેક પરિબળોથી દેશનો સામાન્ય માણસ આઝાદ થશે.
મારા દેશના લોકોને મફત આરોગ્ય સેવા પ્રદાન થશે, ભારતનું શિક્ષણ અને અર્થવ્યવસ્થા ફરી 1820 જેટલી સક્ષમ થશે. ડોલર ની ટકરમાં રૂપિયો મજબૂત થશે, દેવાના બોજને કારણે કોઈ ખેડૂત આત્મહત્યા નહિ કરે. કોઈ માતા પોતાના પેટનો ખાડો પુરવા પોતાના 2 મહિનાના બાળકને નહિ વહેંચી દે, જીવન નિર્વાહ માટે આ દેશની કોઈ સ્ત્રી પોતાના સંસ્કારથી વિપરીત પગલું નહિ ભરે. યુવાનોને રોજગારી મળતા કોઈ યુવાન દેશ સાથે ગદ્દારી નહિ કરે. નેતાઓ જનતાના પ્રશ્નો સિવાયની વાહિયાત ડિબેટ નહિ કરે. કોઈ સ્ત્રીની ઈજ્જત પર ખરાબ નજર નહિ નખાય.
ત્યારે જ મારી કલમ મારા જીવનની ઉત્તમ કવિતાનું સર્જન કરશે. જે દેશની કલ્પના મારી કલમે, ભગતસિંહ અને ગાંધીજી જેવા અનેક વિરલાઓ એ કરી છે.
બાકી જ્યાં સુધી અન્યાય થશે આ દેશને ત્યાં સુધી દેશના રહેનુમાઓ પર બેબાક લખતો રહીશ. મારી ભાષા, મારી કવિતા, મારા આર્ટિકલ બધા ને પસંદ આવે એ જરૂરી નથી. જે આગ છે દિલમાં એને શબ્દોમાં ઉતારતો રહીશ....
✍️મનોજ સંતોકી માનસ✍️