Gujarati Quote in Poem by Jayvant Bagadia

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૃત આત્મા ની વેદના: પિંજર મારું
_________________________
ખોવાયું.
_______



હું શોધતો રહયો પણ કદી ના મળ્યું જે પિંજર મારૂ ખોવાયું હતું,
બે ઘડી રેઢું મૂકી ફરવા ગયો ત્યાં પિંજર મારૂ ખોવાયું હતું,

ભલે ખખડધજ હતું, જર્જરીત હતું પણ એ મારૂ પ્યારું હતું,ભલે રોગિષ્ઠ હતું પણ એ મારૂ પોતાનું ઘર હતું,

ફરી કરી ને પાછો ફર્યો ત્યારે એ સ્થાને હરકોઈ રડતું હતું,
કોઈ એ કહ્યું એને ચાર ખંધા ઉપર લઇ ગયા એ હવે બળતું હતું,

કોને ખબર કે બાળ્યું હતું કે કફન બનાવી છુપાવ્યું હતું,
પણ એ મારૂ પોતાનું પિંજર હંમેશ માટે ખોવાયું હતું.

Gujarati Poem by Jayvant Bagadia : 111508149
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now