આપણી જ જવાબદારી
==================================
(૫)
આજનાં બાળકોને ફાસ્ટ ફૂડનું ખૂબ જ ઘેલું લાગેલું છે
અને તે એટલી હદે વધી ગયું છે કે તેઓ ઘરનાં ખોરાક પ્રત્યે વિમુખ થવા લાગ્યા છે. ઘણાં બાળકો તો કઠોળનું નામ લેતાં જ ચીડાઈ જાય છે. લીલા પાંદડા વાળી ભાજી બાબતે પણ એ જ વર્તન.હા, ઠીક છે કે અપવાદરૂપ બાળકોને અમુક કઠોળ કે ભાજી ભાવતાં હોય છે. કહેવાનું એ જ કે બાળકોને નાનપણથી જ કઠોળ, લીલાં શાકભાજી, જુવાર-બાજરાનાં કે મકાઈના રોટલા વગેરે અચૂક ખવરાવો. બહારનાં ફાસ્ટ ફૂડથી તેઓને દૂર રાખો.અથવા ન ખાવાનું કડક સૂચન કરો. અગર ક્યારેક ઈચ્છા થાય તો બાળકોને જાતે જ કોઇ સારી વિશ્વાસુ રેસ્ટોરન્ટ /હોટલમાં લઈ જઈ શકાય તો તેનો તે રીતે શોખ પૂરો કરો. ઘણાં બાળકોને નાનપણથી જ ચશ્મા આવી જાય છે આનાં કારણો ઘણાં બધાં હોઈ શકે પરંતુ તેમાંનું એક કારણ લીલાં પાંદડાંવાળા શાકભાજીનો અભાવ પણ હોઈ શકે.આ બાબતે તો ડૉક્ટરની પણ સલાહ હોય છે.
કૉલેજ કરતા મોટાભાગના વિદ્યાર્થીઓનાં ટોળેટોળાં ફાસ્ટ ફૂડની લારીઓ પર ઉમટી પડતાં હોય છે.વળી એમાં ઘણાંએ તો વારા બાંધ્યા હોય છે.આખરે તો આ પોતાનાં સ્વાસ્થ્ય સાથે ચેડા છે."પહેલું સુખ તે જાતે નર્યા" - આ મહામંત્રનો અચૂક અમલ પોતે પણ કરીએ અને બાળકોને પણ કરાવીએ; નહિંતર સરવાળે નુકસાન તો આપણું જ છે, અને આપણે એટલે રાષ્ટ્ર. શું રાષ્ટ્રનું નુકસાન ખમી શકાય?? અતિશયોક્તિ લાગે તો ક્ષમા ચાહું છું પણ આખરે તો આપણી જ જવાબદારી છે.
🙏જય માતાજી🙏
(ક્રમશઃ)
રાજેન્દ્રકુમાર એન.વાઘેલા
ભરૂચ.