Gujarati Quote in Motivational by Jay Vora

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પુરાણકાળમાં જ્યારે કોઈ શિષ્ય કંઈક અપરાધ કરતો ત્યારે તેમનો ગુરુ પોતાના શિષ્ય ને સજા આપવાને બદલે ખુદને સજા આપતો તેની પાછળ નુ કારણ એ હતું કે ગુરુ પોતે માનતો કે મે મારા શિષ્ય મા કંઈક ઉમેર્યું છે, જે જ્ઞાન થકી શિષ્યે અપરાધ કર્યો છે એમાં મારો પણ ભાગ છે. સાથે સાથે પુથ્વી પર પણ કંઈક આપદા પડે ત્યારે પણ આ જ આધાર પર સંતો પોતાને આ રીતે સજા આપતા. પણ અહીં મહત્વ ની વાત એ છે કે ગુરુ પોતે શિષ્ય ને સમાજ ને સુધારવા આ પગલું નહોતા ભરતા પણ જે ફાળો એને ઘડવામાં આપ્યો હતો, જે સમય અને લાગણીઓ એ ભાગ આપ્યો હતો તે ભાવ ને આત્મા માથી શુદ્ધ કરવાનો છે.
પણ આજે આપણે આ વાત જાણતા નથી અને ખુદ ને સજા એટલાં માટે જ આપીયે છીએ જ્યારે સામેવાળી વ્યક્તિને સુધારવાની હોય,પણ એ સ્વાભાવિક રીતે સુધરતી નથી અને ખુદ આપણે અંદરથી ઘવાય જાય છીયે.માટે કોઈ નિર્ણય લેતી વખતે સામેવાળા સાથે વાતચીત કરી બધું જાણી-જણાવી લેવુ જોઈએ.આપણે ગાંધીની જેમ ખુદને દંડ આપવાની બદલે વાત કરી લેવી જ જરૂરી છે.ગાન્ધીજી ની સામે અંગ્રેજ હતા તેમણે આવુ કંઈ અનુભવ્યું નહોતું, માટે તે એ વાત થી ડરતા હતા કે સદીનો આવડો મોટો માણસ આવી નાની-નાની વાતું મા દેહત્યાગ કરી દે એ હિતાવહ ન કહેવાય અને બીજુ પણ એક કારણ હતું કે ગાંધીજી પાસે ટોળુ હતું સમાજ નહીં(સમાજ હોત તો આજે દેશ આવો ન હોત), માટે જો ગાંધી ને કંઈ થશે તો ટોળુ બેકાબૂ બની જશે.

Gujarati Motivational by Jay Vora : 111504974
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now