Gujarati Quote in Story by વિઠલભાઈ ગોહીલ

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

પિતાની સહનશીલતા

પરિવાર એટલે પિતાની દેખરેખ મા ચાલતો ઘર સંસાર. પચાસ વર્ષ પહેલા વધુ પડતા પરિવાર સંયુકત કુટુંબમા જ રહેતા. સંયુકત કુટુંબ નો કારભાર દાદા ચલાવતા ને આખો પરિવાર એક થઈને બધા સાથે કામકાજ કરતા. ખેતરના કામ માટે સવારમાં વહેલા ઉઠીને ખેતર પહોંચી જતા ને સુરજ ઉગે ત્યાં સાંતી ચાલુ થઈ જતા. ઘરના વાસિદાનુ કામ કરીને સવારનું શિરામણ સમયસર ખેતર પહોંચી જતુ. સંયુક્ત પરિવાર હોવાથી એક ખેતરમા એક સાથે બે સાંતીથી ખેડવાનુ ચાલુ કરી દેતા ને ઝડપથી બપોર પહેલા ખેતરનુ કામ કરીને બપોર પછી બીજા ખેતરમા કામે લાગી જતા ને સાંજના બે ખેતર ખેડીને આવી જતા. દાદા ઘરનો વહીવટ તથા સારા નરસા પ્રસંગમા હાજરી આપીને વહેવાર સાચવી લેતા.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ પરિવાર મા સમય પ્રમાણે વર્તન મા ફેરફાર થતા ગયા. આવા ફેરફારને હીસાબે ઘરની જવાબદાર વ્યક્તિ એવા પિતા ને કામની તથા વહેવારની જવાબદારી વધવા લાગી. સંયુક્ત પરિવાર ને બદલે દિકરા પરણતા ગયા તેમ તેમ અલગ થતા ગયા. આવી મોંઘવારી ના સમયમા અલગ અલગ ઘર વસાવવુ ખુબ કઠીન છે. પિતાનો સાધારણ ધંધો હોય કે સારી નોકરી હોય પરંતુ એક વ્યક્તિ ની કમાણી મા ઘર વસાવવુ ખુબ કઠીન હોય છે. ઘર વસાવવા લોન લઈને લાંબા સમય સુધી હપ્તા ભરીને પિતાની અડધી જીંદગી હપ્તા ભરવામાં જતી રહે છે. બાકી છોકરાવ નુ ભણતર પણ ખુબજ મોંઘુ થઈ ગયુ છે એટલે પિતાની પરિસ્થિતિ એક સાંધે ત્યાં તેર તુટે એવી થઈ ગઈ છે. આવા સમયમા ઘણી વખત પત્ની સાથ સહકાર આપવાને બદલે પરિવાર મા વહેવાર કરવામા મોભો દેખાડવામાં ખુબ ખર્ચા કરે છે આવા સમયમા પિતા કરકસર કરવાનુ કીયે તો કહેશે વેવારતો વ્યવસ્થિત કરવો પડે ને તમને નો ખબર પડે એમ કહીને પતીને નીચા પાડે છે. આખા ઘરની જવાબદારી નિભાવતા પતીને એમ કહે કે તમને નો ખબર પડે ત્યારે પતીને ખુબ અફસોસ થાય છે. પણ પત્ની નુ માનીને ગાડુ ચલાવવુ પડે છે.
પિતાને સમય કરતા વધુ કામના ઢસરડા કરીને ઘરનો ખર્ચો માંડ માંડ પુરો કરે છે. બચત કરવાનુ તો ઠીક પણ ઘર ખર્ચ પુરા કરવામા બાકીની જીંદગી પુરી થઈ જાય છે. પિતા ખોટા ખર્ચા કર્યા વગર કરકસરથી જીંદગી જીવે છે. પોતાના કપડા ફાટીજાય તો સાંધીને પહેરશે ને પગના પગરખાં પણ સાંધીને ચાલે એટલો વધુ સમય ચલાવશે. હોટલમા ચા પિવી હોયતો બે વખત વિચાર કરશે કે કેમ ખોટો ખર્ચો બચાવી શકાય. પિતાજી પાસે મુડી નહી હોય પણ દિકરા-દિકરીને ભણાવવા મા કચાશ નહી રાખે. એમાય દિકરી માટે અગાઉથી થોડી ઘણી બચત કરીને એના માટે યથાશકિત કરિયાવર ભેગુ કરશે. આવા કપરા કાળમા કરકસર કરીને દિકરી પરણાવશે ત્યારે પિતાજી જેટલુ પણ કરિયાવર આપશે એ અપૂરતુ હશે ને મા-બાપ ને એમ થશે કે અમે દિકરીને કરિયાવર મા કંઈ આપી ન શકયા. પિતાજીને કરકસરની હદ તો એટલી હશે કે જમતી વખતે છોકરાવને બરોબર જમાડશે ને પોતે અડધા ભુખ્યા રહેશે તો ચાલશે. આવા દિવસો પણ પસાર કરવા પડે છે. પિતા એક તારણહાર છે, પિતા એક સહનશલ બાપ છે. પિતા અડધો રોટલો ખાશે પણ ગરીબીનો હાથ નહી લંબાવે. એવા આજના સમય મા પિતાજી ને સો સો સલામ.

સમાપ્ત..

" વિધૃત '
વિઠલભાઈ ગોહીલ મુલુંડ

Gujarati Story by વિઠલભાઈ ગોહીલ : 111503718
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now