કિરણબેન સવારે 5 વાગે જાગીને સવારના ચા નાસ્તા સાથે મનીષ માટે ટિફિન બનાવી રહ્યાં હતાં. રસોઈ નું કામ પતાવીને બસ ચા નો કપ ભરી બેસવા જ જતાં હતાં એવામાં સાસુએ આવીને કહ્યું કે બધા માટે નાસ્તામાં દાળ વડા બનાવ્યા છે તો મારાં માટે કુંભણીયા ભજીયા પણ બનાવજે.
કિરણબેન પરિવાર માટે સંતુલન જાળવવા માટે ચા પીતા પીતા જ ભજીયા ની તૈયારી કરવાં લાગ્યા.
#સંતુલન