#સંતુલન
સંતુલન નું જીવતું જાગતું ઉદાહરણ હોય તો તે છે પ્રકૃતિનું જતન કરવું.
પ્રાણીઓ નું જતન કરવું, વનસ્પતિ નું જતન કરવું,તોજ સંતુલન જળવાશે.
સંતુલન જાળવવા માટે સજીવ કડી ને તોડવી ના જોઈએ.શરૂઆત આપણા થી જ થવી જોઈએ. તો પ્રકૃતિ ને નુકશાન થતા બચાવી શકીશું. બધા જીવોનો અધિકાર છે,
જીવવા માટે અને તેના કારણે તો સંતુલન જળવાય છે. આ સૃષ્ટિ નું માટે, આપણે આપણા ભોગો માટે પ્રકૃતિ ને નુકસાન ન પહોંચાડવું જોઈએ.
જો હોનારત આવતી હોય તો તે આપણા કારણે જ આવે છે, એ આપણા સ્વાર્થ ના કારણે આવે છે. આપણે જેટલું જોઇએ છે ,તેટલું જ ઉપયોગમાં લેવું જોઈએ, વધુ પડતી ઈચ્છાઓમાં આપણે પ્રકૃતિ નું ભાન ભૂલ્યા છીએ.
અને આપણે પ્રકૃતિમાં નહીં પરંતુ કુત્રિમ રીતે જીવતા શીખી ગયા છીએ.
જો આપણે પ્રકૃતિનું જતન કરીશ તો સંતુલન જળવાશે અને મોટી હોનારત થી આપણે બચી શકીશું કુદરતના રોદ્ર સ્વરૂપ ને ટાળી શકીશું. પ્રકૃતિના ખોળે જીવવાની મજા આવે છે અનેરો લ્હાવો મળે છે.
તેને મન ભરીને માનવું જોઈએ. ચોતરફ હરિયાળી,મીઠો મધૂરો પંખીઓનો કલરવ આજે સંભળાતો નથી. અનેક પશુ પંખી વનસ્પતિ લુપ્ત થવાના આરે છે, અથવા તો અમુક એવી વનસ્પતિ અને પશુ પંખી પ્રાણીઓ લુપ્ત થઈ ગયા છે. જેના કારણે આ પૃથ્વી ઉપર પ્રકૃતિનું સંતુલન જળવાતું નથી. અને પછી હોનારતનો ભોગ આપણે જ બનવું પડે છે.
અને તેના કારણે અનેક મોટી હોનારતો પેદા થાય છે, માટે આપણે વધુ ને વધુ પડતી એષણાઓ થી દૂર રહેવું જોઈએ.
અને પ્રકૃતિના ખોળે જીવતા શીખવું જોઈએ, પ્રકૃતિએ કુદરતનું એક સ્વરૂપ છે. અને કુદરત સ્વરૂપ ને નુકસાન ન પહોંચાડવું, એમાં જ આપણી ભલાઈ છે. તો જ સંતુલન જળવાશે આ સૃષ્ટિનું,
વધુ ને વધુ વૃક્ષો વાવવા જોઈએ,પ્રાણીઓ પંખી ના જીવન માં નડતર રૂપ ના બનવું જોઈએ, તો જ કુદરત ખુશ થશેઆપણે પણ પ્રકૃતિ સાથે મન ભરી ને જીવી શકીશું,જેથી સંતુલન જળવાઈ રહેશે.
✍️માહી