અમાવસ પછી પૂનમની રજની રૂપાળી હોય છે
આસમાની આકાશથી ધરતી પ્રભાવિત હોય છે
આસમાની આકાશમાં પ્રદૂષણની માઠી અસર છે
અવનવા વિષાણુથી કોરોના જેવી મહામારી છે
ઠરી જઈને ફરી પ્રગટ થનાર પ્રકૃતિ નિરાળી છે
આસમાની સિતમની સેંકડો વ્યથાની કહાની છે
ભૂકંપ, લીલોને સુકો દુકાળ, એની મેરબાની છે
પારજાંબલી તરંગોથી કેન્સર જેવી બીમારી છે
માનવીથી પ્રદૂષણ જેવી ભૂલો નિત થવાની છે
મનુષ્ય ચેત હવે પ્રકૃતિનો પ્રકોપ આસમાની છે.
#આસમાની