:-
💞ક્ષમા💞
વાત નું વતેસર ના કર તું
દિલ માં નફરત નું વાવેતર ના કર તુ
*ક્ષમા* આપી દે દિલ થી
આમ સંબંધો માં દીવાલ નું ચણતર ના કર તું
નાની અમથી વાત માં નાહક ની *ધમાલ* ના કર તું
મારુ તારું કરી ખોટી *બબાલ* ના કર તું
હૈયા ની વાતો ને હૈયા માં જ ધરબી દે તું
દર્દ ના પટારા ને ખોલવાની આમ વ્યર્થ કોશિશ ના કર તું
વફા ની નૈયા ને આમ મઝધારે ડુબાડી તું
પ્રેમ ને બદનામ કરવાની નાહક કોશિશ ના કર તું
અહીં નું અહીં જ રહી જશે ને
સમય વહી જશે
નાહક ની સંગ્રહખોરી કરવાના ઉધામા ના કર તું
મહોલત મળી છે તો માનવી બની જીવી નાખ
આમ આત્મા ને ભરમાવવા ની કોશિશ ના કર તું
વાત નું વતેસર ના કર તું
દિલો માં નફરત નું વાવેતર ના કર તું
સંબંધો માં દીવાલ નું ચણતર ના કર તું
🌹મિનાઝ વસાયા મહુવા ગુજરાત🌹