શીર્ષક - પ્રેમ માં જીવંત રેહવા દોને
હવા ફૂલો કી ખુશ્બુસી, મેહેકને દોના
મારે રહેવું છે શહેવત પ્રેમમાં મને રહેવા દોના
દિલ ખોલીને જીવવું છે મારા પ્રેમી સાથે,
દિલ ખોલકે જીનેકી મજા સાથમે જીને દોના
બંજરે-ઝમીપે છાઈ યાદો કી હરિયાલીસી,
રાતરાણી બની ખીલી છે રણમાં ખીલવા દોના
મોસમ-એ-ઇશ્ક કી બારિશમે ભીગ રહા હે દિલ,
નઈ ડૂબવાનો આ પ્રેમનો તરાપો તરવા દોના
યે હકીકત નહી, સપના હે તો સપના હી સહી,
ઝાંઝવાનાનીર વહે છે રણમાં, હવે પીવા દોના
મરી જવાશે આ વિરહની વેદનાથી
હજુ જીવંત છું મળીને જીવવા દોના
#જીવંત
દ્વી-ભાષી ગઝલ જેને Bilingual ગઝલ કહે છે, ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે દ્વી-ભાષી ગઝલ કે ગીત લખનાર લગભગ કોઈ નથી. જાણીતા લેખક ભગવતીકુમાર શર્માએ પોતાની કુશળતા બતાવી દ્વી-ભાષી ગઝલની એક બે સુંદર રચના કરી છે. મે પણ તેમનાથી પ્રેરાઈને નાનો પ્રયત્ન કર્યો છે..Bilingual ગઝલ લખવાનો. પસંદ આવે તો લાઈક કરજો