-નિશ્ચય
તું ખુદ ને સાબિત કરવાની કોશિશ તો કર
તારા વર્ચસ્વ ને જાજરમાન બનાવવાની કોશિશ તો કર
તું છે ઈશ્વર નું શ્રેષ્ઠતમ સર્જન એ સાબિત કરવાની કોશિશ તો કર
હાથ ની લકીરો માં નથી તકદીર
તું છે તકદીર નો બાદશાહ એ સાબિત કરવાની કોશિશ તો કર
આમ પથ્થર પણ પીગળી જશે મીણ સમ
તું ઝરણું બની અવિરત વહેવાની કોશિશ તો કર
સમંદર ના ઊંડાણ ને વળી શુ માપવાના?
આમ મરજીવા બની મોતી મેળવવા ની કોશિશ તો કર
નફરત ની આગ માં ક્યાં સુધી બળ્યા કરીશ?
પ્રેમ નું બીજ વાવવા ની કોશિશ તો કર
અગણિત ફરિયાદો અને અધૂરા સપના ઓ ના અંધકાર માં ક્યાં સુધી ગરકાવ રહીશ?
મળ્યું છે માનખા જીવન
દીપ બની ઝળહળ થવા ની કોશિશ તો કર
શમણાં ઓ ની દુનિયા માં ક્યાં સુધી કરીશ ભ્રમણા તું?
કરી લે જાત પર ભરોસો
સિકંદર બનવાની તું કોશિશ તો કર
મેળવવા લક્ષ્ય નું મોતી
ખુદ પર એકલવ્ય જેવો ભરોસો તો કર
ખુદ ને ખોજ
તું રોજ રોજ
આમ ખુદા મળી જશે તું શોધ તો કર
કર નિશ્ચય તું જંગ જીતવાનો
રસ્તા ઓ પણ મળી જશે જુદા જુદા
તું અડગ નિશ્ચય તો કર
ઉભી છે મંઝિલ સામે ચૂમવા તને
અંત સુધી થાક્યા વગર
પામવાની કોશિશ તો કર
તું એકવાર તારા નિશ્ચય પર
અડીખમ રહેવાની કોશિશ તો કર
💦🍃💦🍃💦🍃💦🍃💦🍃💦🍃
મિનાઝ વસાયા