* દરેક વ્યક્તિ બીજાની પ્રગતિ ઈચ્છે છે, પરંતુ પોતાનાથી વધારે નહીં. આ જ વાસ્તવિકતા છે. ગમે એટલા સારા મિત્રો કે સ્વજનો હોય, એકબીજાની પ્રગતિ જોઈને દુઃખી થતા બધાએ જોયા જ હશે.
* દરેક વ્યક્તિ પોતાની પ્રગતિનાં સપના જુએ છે, પણ જો એ સપનામાંથી બહાર નીકળી વાસ્તવિક દુનિયામાં ન આવશે તો સપના પૂરા કેવી રીતે કરશે? સપનાના મહેલમાં રહેવા માટે વાસ્તવિક દુનિયામાં કર્મો કરવા પડશે. માત્ર સપનું જોવાથી મહેલ ઊભો નથી થઈ જતો.
* વાસ્તવિકતાને સ્વીકારીને જીવતા લોકોને હવે આગળ શું કરવાનું છે એ ખબર હોય છે. એમણે વિચારવું નથી પડતું.
* તમે પોતે જેવા છો એવા જ વાસ્તવિક છો. દુનિયાને સ્વીકારવા પહેલા પોતાની જાતને જ સ્વીકારો. જો તમને લાગે કે મારે મારામાં આ બાબતમાં સુધારો કરવા જેવો છે તો જ કરો, નહીં કે બીજાના કહેવા પર કરો, કારણ કે આજનો માનવી તો ભગવાનની પણ ભૂલો કાઢે છે.
* જ્યારે આપણો વિરોધ થતો હોય ત્યારે સ્વીકારી લેવું, વાસ્તવિકતા એ છે કે વિરોધી તમારા સુધી પહોંચી નથી શકતો એટલે તમારી વાસ્તવિકતા સ્વીકારી નથી શકતો.
#વાસ્તવિક