#વાસ્તવિકતા જીવવી પણ અઘરી છે,ને જીરવવી પણ
લાગણીઓના તાણાવાણા ગુંથાવવા આવ્યો તારી પાસે, અપેક્ષા તારી,અઘરી છે પણ!!
વિચારેલું કે જિંદગી આખી, મહોબ્બત કરીને તને, જીવી નાખીશ,
અધ્યાય #વાસ્તવિક ... શરૂ થયો, એને પચાવવો અઘરો છે પણ.
પીને જામ,એક આખ્ખો, મેં મદિરાલય ખાલી કરી નાખ્યું,
ભૂલી જઈશ, તારી યાદોને... એ વાત જરાક અઘરી છે પણ.
થયેલી તાલાવેલી જીંદગી માં, ને કૂંચી, તાળા ની કશેક મુકાઈ ગઈ,
ભૂલાવેલી યાદો ને...શોધવાની આ રીત... અઘરી છે પણ!!
હોત જો,સામે તું, તો મહોબ્બત ની વકાલત હું કરી લેત,
કરીને પ્રેમ નો ગુનો... વાત સાબિત કરવી અઘરી છે પણ...
✍️ અલય
💕ALAYSWORK@YAHOO.COM💕
તારીખ ૦૩ જુલાઈ ૨૦૨૦
#વાસ્તવિક