જિયાનશીબા બસ તારા માટે તારા ફઈબા તરફ થી
તારા થકી આજે મારુ બાળપણ દેખાય છે
તું હશે છે ને મારા ખંજન દેખાય છે
તું રડે છે ને મારા આશુ દેખાય છે
તું બોલે છે ને તારી વાણી માં મારુ વર્તન દેખાય છે
તું ચાલે છે ને મારા જાજર સંભળાય છે
તું દોડે છે ને મારા પગરવ સંભળાય છે
તારી કાલી ઘેલી વાતો મારી વાત સંભળાય છે
તને જોઈ ને મારુ બાળપણ યાદ આવે છે
તારું એ રિષવું તારું એ તરત માનવું
એ બધા માં મને હું દેખાવ છું
તું જરા અલગ છે મારા થી પણ,
તને જોઈ ને મારુ બળપણ દેખાય છે