મન હોય તો આડુંઅવળું સળવળે,
હોય અંકુશ તો કેમ ના પરવડે!
ઈચ્છા, આશંકા સદૈવ હણહણે,
ત્યારે જ તો માનવ જોને ટળવળે!
ભાગ્યરેખા ભાલે સહુની ઝળહળે,
મેલી વ્યર્થ દોટ નકામો ખળભળે!
ટૂંકે આયખે કુસુમે ય કેવું રણઝણે,
કુંપણ થએલ પાંદડુંયે પડે પલપલે!
તોયે ફરી ઉગતાં કદી ના બડબડે
ભડકો 'અહમ' તણો જો શમશમે!
લટકો 'હું પણા' નો કેવો ઝણઝણે
પછડાટ પર એ નસીબને બડબડે!
✍🏻કૃણાલ_મેવાડા
#આડુઅવળું